આજના અત્યાધુનિક ટેકનોલોજીના સમયમાં વિકસતું બાળક જયારે વિશ્વના જ્ઞાન અને વિજ્ઞાનની ક્ષિતિજોને સર કરવા માટે સામર્થ્યવન બની ચૂકયું છે, ત્યારે ઝુંઝવાતી જીવનરૂપી આ મહાસાગરમાં હાલક – ડોલક થતી કારકિદીર્માં એ જ વ્યક્તિ ટકી શકશે જેની પાસે શિલ (ચારિત્ર્ય) હોય, ઉમદા વિચારો અને દરેક વિષયોનું ઊંડું જ્ઞાન હોય. આમ, વાસ્તવલક્ષી શિક્ષણ સાથે જીવનલક્ષી શિક્ષણના પાઠો ભણાવીને બાળકને મુલ્યવાન માંગલ્યથી મહામાનવ બનાવવાની ઉમદા હેતુથી જુન-૨૦૧૮ થી હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ શાળાની મંગલમય શરૂઆત કરવામાં આવી.
બાળકના માનસને શિક્ષણ દ્વ્રારા ઉન્નત અને સર્વાંગી શ્રેષ્ઠ બનાવવામાં તેમજ વિધાર્થીઓમાં દિવ્ય, ભવ્ય અને ભાતીગળ ભારતીય સંસ્કૃતિની વિવિધ કલાકૃતિઓના પ્રગટીકરણ કરવાના આત્મનિર્ધાર રૂપે અમો કાર્ય કરી રહ્યા છીએ.