Vision & Mission

શાળાનો હેતુ
  • Harikrushn International School

જીવનમાં સફળતા માટે સૌથી મહત્વનો પાસા હોય તો તે છે, સંસ્કાર અને શિક્ષણ સંસ્કારથી માનવીની એક અલગ ઓળખ ઉભી થાય છે.

શિક્ષણથી માનવી પોતાના લક્ષ્યનો સાચો રસ્તો શોધી શકે છે.

શાળા એટલે આજના બાળકો અને આવતીકાલના નાગરિકોના જીવન ઘડતરનું પારણું છે. અહી શાળાએ પુરા પાડેલા વાતાવરણની બાળકનાં માનસ પર અમી છાપ ઊભી થતી હોય છે. એ જ તો હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ નો પાયો છે. જીવનના ઉચ્ચ મૂલ્યો, વ્હાલ, વિશ્વાસ, આર્શીવાદ, સંસ્કાર, વાતાવરણ, પ્રામાણિકતા અને જે અમે ચારિત્ર બાળકોમાં નિરૂપણ કરવા માંગએ છીએ. ખરેખર સાચા અર્થમાં આ અમારૂ ખુલ્લી આંખોએ સભાન અવસ્થામાં જોયેલું એક સહિયારૂ સ્વપ્ન છે. જેને પૂર્ણ કરવા અને સંપૂર્ણ નિષ્ઠાથી સમર્પિત છીએ.

સમાજ સેવાના અનુષ્ઠાનને પુર્ણ કરવા અમારી સાથે અમારો સમગ્ર શાળા પરીવાર પણ સકારાત્મક વિચારધારાની નિષ્ઠાથી અને તેમની પુરી શકિતથી સમર્પિત છે.

અમારી આ શાળાને અમે જ્ઞાનની પરબ અને સેવાની સરવાણી બનાવવા માંગીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે આપ સૌ વાલીમિત્રો અને વિદ્યાર્થીમિત્રો સંપૂર્ણ વિશ્વાસથી તેમજ દઢ મનોબળથી અમારી આ સેવાયાત્રામાં ઉત્સાહભેર જોડાઈને આપણા બાળકોની સંસ્કારિતા અને અસ્મિતામાં વધારો કરીએ.